કંગના હંમેશા સત્ય બોલે છે, તે બહાદુર છેઃ ઉર્વશી રૌતેલા

કંગના હંમેશા સત્ય બોલે છે, તે બહાદુર છેઃ ઉર્વશી રૌતેલા

કંગના હંમેશા સત્ય બોલે છે, તે બહાદુર છેઃ ઉર્વશી રૌતેલા

Blog Article

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ઉર્વશી રૌતેલા ફિલ્મ ઇન્ડસટ્રીમાં માં એક ગ્લેમરસ એભિનેત્રી તરીકે જાણીતી છે, તેણે ‘સિંગ સાબ ધી ગ્રેટ’, ‘સનમ રે’ અને ‘હેટ સ્ટોરી 4’ જેવી ફિલ્મો કરી છે. આ સિવાય તે કેટલાંક મ્યુઝિક આલ્બમ પણ કરૂ ચૂકી છે. તાજેતરમાં તેણે વિવાદાસ્પદ અભિનેત્રી કંગના રનૌતની પ્રશંસા કરી હોવાથી તેના નિવેદન પર પણ સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ ગઈ હતી. ઉર્વશીએ કહ્યું હતું કે, કંગનામાં કોઈ પણ મુદ્દે ખુલીને બોલવાની હિંમત છે, આ પ્રકારની નિખાલસતા બોલીવૂડમાં મળવી મુશ્કેલ છે.

કંગનાની છેલ્લાં કેટલાંક વર્ષોથી બોલીવૂડમાં એક વિવાદાસ્પદ વ્યક્તિ તરીકેની છાપ ઊભી થઈ છે. તેના નિવેદનોના કારણે તે વારંવાર ચર્ચામાં હોય છે. તેના ચાહકો અને ટીકાકારો બંને પ્રકારના લોકો ઇન્ડસ્ટ્રીમાં બે ભાગમાં વહેંચાઈ જાય છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં ઉર્વશીએ કંગનાના વખાણ કરતાં કહ્યું, “કંગના દીદી સત્ય બોલે છે. તેનામાં બોલવાની હિંમત છે.” જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તેને પણ તેની કારકિર્દીમાં આ પ્રકારના પડકારોનો સમનો કરવો પડ્યો છે, ત્યારે તેણે ના કહી હતી. તે માત્ર કંગનાના આ અનોખા અંદાજની પ્રસંશક છે. બોલીવૂડમાં બહારથી આવતા લોકોએ કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે અંગે ઉર્વશીએ કહ્યું હતું કે, “એ જે પણ કહે છે તે સાચું છે, પણ એ જે કંઇ કહે છે એવું ઇન્ડસ્ટ્રીમાં બને જ છે. બહારથી આવતા લોકો સાથે આવું થવાનું જ છે.” આ નિવેદન દર્શાવે છે કે બોલીવૂડમાં બહારથી આવતા લોકો માટે સ્થાયી થવું કેટલું મુશ્કેલ હોય છે.

Report this page