પોરબંદર દરિયાકાંઠે 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, 8 ઇરાની નાગરિકની ધરપકડ

પોરબંદર દરિયાકાંઠે 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, 8 ઇરાની નાગરિકની ધરપકડ

પોરબંદર દરિયાકાંઠે 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, 8 ઇરાની નાગરિકની ધરપકડ

Blog Article

એન્ટી-નાર્કોટિક્સ એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શુક્રવાર, 15 નવેમ્બરે પોરબંદરના દરિયાકાંઠેથી આશરે 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરી હતી. ભારતીય પ્રાદેશિક જળસીમામાં લગભગ 700 કિલો મેથામ્ફેટામાઇનના વિશાળ કન્સાઇનમેન્ટને અટકાવવામાં આવ્યો હતું. આ ઓપરેશન દરમિયાન, આઠ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી જેઓ ઈરાની હોવાનો દાવો કરે છે, એમ એનસીબીએ જણાવ્યું હતું.

આ ઓપરેશન NCB, નેવી અને ગુજરાત પોલીસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.NCBએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગુપ્ત માહિતીના આધારે ‘સાગર મંથન – 4’ કોડનેમ નામનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નૌકાદળની પેટ્રોલિંગ ટીમ એક જહાજની ઓળખ કરીને તેને અટકાવ્યું હતું.

આ ઓપરેશનની સફળતા માટે એજન્સીઓની પ્રશંસા કરતાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રગ-મુક્ત ભારત માટેના વિઝનને અનુસરતા અમારી એજન્સીઓએ આજે ​​આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર કરતી કાર્ટેલનો પર્દાફાશ કર્યો છે અને લગભગ 700 કિલો પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત કર્યું છે.

 

Report this page